|
|
| ધ્યાન | | આશ્રમ | કેન્દ્ર | કાર્યક્રમ | ટ્રસ્ટ | સાહિત્ય | પ્રાર્થાના ધામ | પૂર્તિ | Font Help | |
|
સદગુરુ
સ્વામી
શિવકૃપાનંદજી
સ્વામીજીના જીવનનું ધ્યેય આભામંડળ ના ફોટો |
|
|
પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શિવકૃપાનંદજી નું સૂક્ષ્મ શરીરસૂક્ષ્મ શરીર એટલે કે એવું શરીર જે હંમેશા આપણી સાથે હોય છે, જે આપણા શરીરને ઘેરીને ઉભું છે, જે આપણે નરી આંખે જોઇ શકતા નથી. પરંતુ યોગીઓ તેને જોઇ શકે છે. યોગશાસ્ત્રમાં આના વિષે હજારો વર્ષોથી ઉલ્લેખ છે. પરંતુ આ સત્યને આપણું આધુનિક વિજ્ઞાન છેક હવે જાણી શક્યું છે અને છેલ્લાં 50 વર્ષ થી 'કીર્લીયન કેમેરા' ના નામે ઓળખાતો આ ખાસ પ્રકારનો કેમેરો તૈયાર થયો છે. જેનાથી આ શરીરનો કોઇપણ વ્યક્તિનો ફોટો પાડી શકાય છે. આ શરીરને ઓરા અથવા આભામંડળ પણ કહેવાય છે. ગુરુ પોતાના જીવનકાળ દરમ્યાન જે પણ સાધના આ બાહ્ય શરીર દ્વારા કરે છે, તે સાધના દ્વારા અર્જીત શક્તિઓ તેમના મૃત્યુ બાદ પણ વિધ્યમાન રહે છે. આ સાધના નું શરીર એટલે સૂક્ષ્મ શરીર.એમ જોવા જઇએ તો સામાન્ય રીતે જ્યારે ગુરુ દેહત્યાગ કરે છે તેના 25-30 વર્ષ પછી આ સૂક્ષ્મ શરીરનું નિર્માણ થાય છે. આવા અનેક સૂક્ષ્મ શરીરનું અસ્તિત્વ આ જગતમાં વિધ્યમાન છે, પરંતુ આ સૂક્ષ્મ શરીર ને સાકારરુપ દેવા માટે એને સંબંધિત સ્થુળ શરીર ની આવશ્યકતા છે. પૂર્વે આ બન્ને શરીર એકસાથે વિધ્યમાન હોય તેવું ક્યાંય પણ જોવા નથી મળતું, સ્થુળ શરીરની પોતાની મર્યાદા હોય છે અને તે આ મર્યાદા તોડીને બહાર નથી જઇ શકતું. સૂક્ષ્મ શરીર વિશ્વમાં ક્યાંય પણ હોય શકે અને કોઇ પણ તેના સાથે સંપર્ક સાધી શકે. જેમ જેમ ગુરુતત્વની પ્રગતિ થતી જાય છે તેમ પહેલી વાર એવી ઘટના બની છે કે સદગુરુના સ્થુળ શરીર સાથે સૂક્ષ્મ શરીર, બન્ને એક સમયે , એક સાથે વિધ્યમાન છે.. સદગુરુ સ્વામી શિવકૃપાનંદજી સ્થુળ સ્વરુપે વિધ્યમાન છે, તેમજ તેમનું સૂક્ષ્મ શરીર પણ વિધ્યમાન છે. આ ગુરુતત્વની પ્રગતિ નો આધુનિક તબક્કો છે. ગુરુતત્વને કોઇપણ શરીરથી બાંધી નથી શકાતું કારણકે તે શરીરની સીમાઓ થી પરે છે. તે તો અલગ અલગ સમયે અલગ અલગ શરીર ધારણ કરે છે. સદગુરુ સ્વામી શિવકૃપાનંદજી આપણને તેમના સૂક્ષ્મ શરીર પર ચિત્ત રાખવાં કહે છે, જે તેમની શક્તિઓનું સ્વરુપ છે. ઘણા સાધકોને આ શરીરના અનુભવ પણ છે. નવસારીનાં એક સાધકને તેનાં ધ્યાનમાં દર્શન થયા અને તેણે તેનું ચિત્ર પણ બનાવ્યું છે, જે ઉપર ફોટો છે તે ,તે સાધક દ્વારા બનાવેલ સ્વામીજીનાં સૂક્ષ્મશરીરનું ચિત્ર છે. આ રીતે કોઇપણ વ્યક્તિ શુધ્ધ ઇચ્છામાત્રથી આ સૂક્ષ્મશરીર સાથે સંપર્ક સાધી શકે છે અને પોતાની આધ્યાત્મિક પ્રગતિ કરી શકે છે. શરુઆતમાં કોઇપણ વ્યક્તિ મંત્ર, ફોટો અથવા પૂ.સ્વામીજીનાં પ્રવચન દ્વારા આ શરીર ની અનુભૂતિ કરી શકે છે. |