ધ્યાન   |   સ્વામીજી   |   આશ્રમ   |   કેન્દ્ર   |   કાર્યક્રમ   |   ટ્રસ્ટ   |   સાહિત્ય   |   પ્રાર્થાના ધામ   |   પૂર્તિ   |   Font Help 
સદગુરુ સ્વામી શિવકૃપાનંદજી     
સ્વામી શિવકૃપાનંદજી નું સૂક્ષ્મ શરીર     
સ્વામીજીના જીવનનું ધ્યેય     
આભામંડળ ના ફોટો     

પૂજ્ય સ્વામીજીના જીવનનું ધ્યેય

પૂજ્ય સ્વામીજીનું સ્વપ્ન છે કે સઘળીય માનવજાત એક પ્રેમનાં તાંતણે જોડાય જાય. દરેકે દરેક જણ સંતુષ્ટ, સ્વસ્થ, સત્યપરાયણ, સુખમય, જીવન ગુજારે અને પૂર્ણત્વનો અનુભવ કરી પોતાનું જીવન સફળ બનાવે.

આવનાર ભવિષ્યમાં કેટલીય દિવ્યાત્માઓ આ ધરતી પર જન્મ લેવા આતુર છે.તેમને સુયોગ્ય માતા-પિતા મળે. જેથી માનવજાત ઉત્ક્રાંતી તરફ આગળ ધપી સુવર્ણમય સંસારનું સર્જન કરે, જ્યાં સુખશાંતિ અને પ્રેમની ગંગા નિરંતર વહ્યા કરેં.

આમ આવી શુધ્ધ ઇચ્છા સેવી આ અમૂલ્ય અનુભૂતિજન્ય જ્ઞાનધન નિરપેક્ષ ભાવે તદૃન નિઃશુલ્ક સૌમાં વહેંચી રહ્યા છે. આવા કૃપાસિન્ધુ સમાન સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત કરવું આ વર્તમાન યુગમાં અમુલ્ય અવસર સમાન છે.