|
|
| ધ્યાન | | આશ્રમ | કેન્દ્ર | કાર્યક્રમ | ટ્રસ્ટ | સાહિત્ય | પ્રાર્થાના ધામ | પૂર્તિ | Font Help | |
|
સ્વામી શિવકૃપાનંદજી નું સૂક્ષ્મ શરીર સ્વામીજીના જીવનનું ધ્યેય આભામંડળ ના ફોટો |
|
|
સદગુરુ સ્વામી શિવકૃપાનંદજીસદગુરુ સ્વામી શિવકૃપાનંદજી એ એકવીસમી સદીના જીવંત ગુરુ તેમજ સમર્પણ ધ્યાન ના પ્રણેતા છે. જ્યારે વર્ષો સુધી હિમાલયમાં રહીને તેમને પરમાત્માની પરમ ચેતના સાથે એકાકારનો અનુભવ થયો ત્યારે તે અનુભૂતિને પોતાના સુધી સિમિત ન રાખતા તે વિશ્વિક ચેતનાનો અનુભવ સમાજના અન્ય લોકોને પણ થાય તે ઇચ્છાથી તેઓ સમાજમાં પાછા ફર્યા. પરમપૂજ્ય સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેઓને સત્ય વિષે જાણવાની જીજ્ઞાસા હતી.તેમના મનમાં મુખ્યત્વે ઇશ્વર એટલે શું? તે ક્યાં છે? તેને કેવી રીતે જાણી શકાય છે? એવા પ્રશ્નો હતાં અને તે વિષે જાણવાની તીવ્ર ઇચ્છા હતી..આ દરમ્યાન તેમને ધ્યાનમાં ત્રણ દ્રશ્ય વારંવાર દેખાતા હતા.એક નેપાળના પશુપતિનાથજીનું મંદિર, બીજું એક સફેદ લાંબી દાઢીવાળા, સારી ઊંચાઇવાળા,ભૂરી આંખો વાળા એક તપસ્વી અને ત્રીજું એક ટેકરીજેવી જગ્યા જ્યાં નાનું મંદિર હતું. તેઓની આ શોધ તેમના એમ.કોમ. ના અભ્યાસ કરતાં કરતાં પણ ચાલુ રહી. અને ત્યારબાદ માર્કેટીંગ મેનેજર તરીકે કલકતાની એક મોટી કંપનીમાં કામ પર હતાં ત્યારે અચાનક જ બેંકની હળતાળ થતાં તેમના કામ પર અસર થઇ. આ અવસરનો લાભ લઇ તેઓ પશુપતિનાથના દર્શને નેપાળ ગયા. બે દિવસબાદ જ્યારે તેઓ પશુપતિનાથનાં મંદિરે પહોંચ્યા ત્યારે ત્યાંનાં પૂજારી એ તેમને એક વૃધ્ધ સજ્જનથી ભેંટ કરાવી, જેમણે તેમને તેમના નામથી સંબોધિત કરતાં કહ્યું કે તેઓ પૂ.સ્વામીજીની ત્રણ દિવસથી રાહ જોતાં હતાં, તેમને તેમના ગુરુએ તેમને લેવા માટે મોકલાવ્યા હતાં. આ જાણીને પૂ.સ્વામીજીને આશ્ચર્ય થયું કારણકે નેપાળ જવાનું તેમણે એક દિવસ પહેલાં જ નક્કી કર્યુ હતું. આ આશ્ચર્યજનક ઘટનામાં કોઇ અદ્રશ્ય શક્તિઓની પ્રેરણાથીજ તેમનું નેપાળનાં પશુપતિનાથના મંદિરમાં દર્શને જવાનું થયું. તેઓ તે વૃધ્ધ સજ્જ્ન સાથે લાંબો પ્રવાસ કરી નેપાળનાં એક ગામમાં પહોંચ્યા. જ્યાં જંગલો અને પહાડોમાં સ્થિત એકગુફામાં અતિવૃધ્ધ સંન્યાસી,જેઓ ભૌતિક સુખસુવિધાઓથી પરે વર્ષો થી તપ કરતાં એક ઋષિ .પૂ.શિવબાબાનો એ બૂલાવો હતો. જ્યારે તેઓ શિવબાબાને મળ્યા ત્યારે તેમને બહુ આશ્ચર્ય થયું કારણકે તેમણે ધ્યાનમાં જે તપસ્વી ને જોયા હતાં, તે તો આ શિવબાબા જ હતાં. શિવબાબા તેમને ગુફામાં લઇ ગયા.જ્યાં તેમણે પૂ.સ્વામીજીને અભિમંત્રિત પાણી પીવા આપ્યું ,જેવું તેમણે તે પાણી પીધું તેઓ ધ્યાનમાં ત્રણ દિવસ માટે ચાલ્યા ગયા. શિવબાબાએ તેમને તેમની તમામ સાધનાનું ફળ, જીવનભર તપદ્વારા અર્જીત કરેલું સઘળુંય આધ્યાત્મિક જ્ઞાન તેમને ધ્યાનસ્થ અવસ્થામાં અર્પણ કરી દીધું. જ્યારે તેઓ ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે શિવબાબાએ તેમને કહ્યું આ બધી શક્તિઓ તેમને સોંપવાનું પૂર્વ નિશ્ચિત હતું.તેઓએ વધુંમાં જણાવ્યું કે તેઓ 40 વર્ષ થી પૂ.સ્વામીજીની રાહ જોતા હતાં આ શક્તિઓનું પ્રત્યારોપણ સ્વામીમાં કરવા જ તેઓ જીવંત હતાં. શિવબાબાની વય 96 વર્ષની હતી. શક્તિઓનું પ્રત્યારોપણ કરી શિવબાબાએ પૂ.સ્વામીજી ની હાજરીમાં જ દેહ ત્યાગ કર્યો. તેમણે પૂ.સ્વામીજીને નિર્દેશ કરેલો કે, તારે કર્મોના ભોગ ભોગવવાનાં હજી બાકી છે. તારે સંસારમાં જવાનું છે. દસ વર્ષ પછી તું સન્યાસી બનીશ. તેમજ થયું સ્વામીજી સમાજમાં પાછા ફર્યા. તેમના લગ્ન થયાં, સંતાન થયાં. દસ વર્ષ બાદ એક મહાત્મા તેમના ઘરે આવ્યા અને તેઓએ કહ્યું તમારો જન્મ વિશેષ કાર્ય કરવા માટે થયો છે. જે વિશ્વના લોકોને એક નવી દિશામાં દોરશે માટે હવે સાધનાનો સમય પાકી ગયો છે. સ્વામીજીએ તેમના પત્ની(ગુરુમાઁ)ની પરવાનગી લીધી અને આવેલા મહાત્મા સાથે હિમાલય ચાલ્યા ગયા. આમ તેમના આધ્યાત્મિક યાત્રાની શરુઆત થઇ. આ આધ્યાત્મિક યાત્રા દરમ્યાન વર્ષો સુધી તેઓ એક ગુરુ પાસેથી બીજા ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા જતાં.તેમના ગુરુ એક ચુસ્ત અનુશાસક તેમજ સાક્ષાતકારી હતાં. હિમાલયમાં રહીને પૂ.સ્વામીજીએ વિવિધ ગુરુઓ, સિધ્ધયોગીઓ, ઋષિઓ, મુનીઓ, બૌધ્ધ ગુરુઓ, જૈન મુનીઓ, અનેક સંતો તેમજ કૈવલ્ય કુંભક યોગીઓ પાસે પૂર્ણ સમર્પણભાવથી જે જ્ઞાન મળ્યું તે ગ્રહણ કર્યું અને પચાવ્યું.પણ ત્યાં તેમના ગુરુઓ તેમની સાથે ચૈતન્યની ભાષામાં સંવાદ કરતાં. તેમની સાથે સાધના કરી જેના થકી તેમનો આધ્યાત્મિક વિકાસ ઉત્તરોત્તર સધાતો ગયો.અંતે તેમણે પરમાત્માની અનુભૂતિ પોતાના અંતરમાં અનુભવી. શિવકૃપાનંદ સ્વામી આ નામ તેમના શરીરનું નામ નથી,પરંતુ તેમના ગુરુઓ દ્વારા દીધેલ તેમની શક્તિઓનું નામ છે. આત્મસાક્ષાત્કાર થયા પછી બીજા સંતો અને સિધ્ધોની જેમ તેમણે સમાજથી અલિપ્ત ન થતાં,સમાજમાં, સંસારમાં રહીને પોતાને પોતાના ગુરુઓના તેમજ પરમાત્માના માધ્યમ તરીકે સોંપી,પોતાના જીવનને માનવમાત્ર, એ દિવ્ય ચૈતન્યની અનુભૂતિ કરી શકે, જે અનુભૂતિ તેમને પ્રાપ્તિ થઇ છે તે માટે સમર્પિત કરી દીધું છે. |