ધ્યાન   |   સ્વામીજી   |   આશ્રમ   |   કેન્દ્ર   |   કાર્યક્રમ   |   ટ્રસ્ટ   |   સાહિત્ય   |   પ્રાર્થાના ધામ   |   પૂર્તિ   |   Font Help 

સાહિત્ય

સંસ્થાના સહિત્ય, પ્રકાશન તેમજ કેસેટસ અને સીડી સૌને સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી અનેક સાહિત્ય કેન્દ્ર સેવાભાવી સાધકો દ્વારા ચલાવાય છે. બાબા સ્વામી મલ્ટીમિડિયા એંડ પબ્લીકેશન ના નેજા હેઠળ પૂજ્ય ગુરુદેવ દ્વારા માર્ગદર્શિત સમર્પણ ધ્યાનની કેસેટસ ઉપલબ્ધ છે.કેસેટનો ઉપયોગ વ્યક્તિગત અથવા સામુહિક ધ્યાનને માટે કરી શકાય છે.ઇચ્છુક સાધક નજદીક ના ધ્યાન કેન્દ્રનો સંપર્ક સાધી શકે છે. પૂજ્ય સ્વામીજી દ્વારા વિવિધ કાર્યક્રમમાં પ્રસારિત કરેલ કેસેટ્સ,સીડી અને વીસીડી પણ ઉપલબ્ધ છે.

ટ્રસ્ટના દેખરેખ હેઠળ મધુ ચૈતન્ય નામક પત્રિકા નિયમિત રૂપથી પ્રકાશિત થઇ રહી છે.જેમાં પૂજ્ય સ્વામીજીના આશીર્વચનો,સાધકોના લેખો, કવિતાઓ, ભજનો,સંસ્થા સમાચાર,પૂજ્ય ગુરુદેવના પ્રવચનો, દેશ-વિદેશના કાર્યક્રમો તથાં સાધકોની અનુભૂતિઓ વગેરે આવરી લેવામાં આવેલ છે. કોઇપણ વ્યક્તિ વાર્ષિક અથવા  દસ વર્ષ માટે શુલ્ક ભરીને તેના સદ્સ્ય બની શકે છે.

મધુ ચૈતન્યની વાર્ષિક સદ્સ્યતા રૂ.75/- અથવા દસ વર્ષ માટે રૂ.500/- ભરી ઘર બેઠા પત્રિકા પ્રાપ્ત કરી શકે છે.કોઇપણ આ પત્રિકા ના સદ્સ્ય બનવા માટે નજીકના કેન્દ્ર , સમર્પણ સાહિત્ય કેન્દ્રનો સંપર્ક સાધી શકે છે અથવા

શ્રી બીપીન એડવણકરજી
10,હરી નિવાસ, છઠો રસ્તો,
પ્રભાત કોલોની, સાંતાકૃઝ (ઇસ્ટ),
મુંબઇ-400055,ભારત

ફોન (+91) 22 26130376 નો સંપર્ક સાધી શકે છે.