ધ્યાન   |   સ્વામીજી   |   આશ્રમ   |   કેન્દ્ર   |   કાર્યક્રમ   |   ટ્રસ્ટ   |   સાહિત્ય   |   પ્રાર્થાના ધામ   |   પૂર્તિ   |   Font Help 
સમર્પણ ધ્યાન     
કુંડલીની શક્તિ     
ચક્ર     
સમર્પણ ધ્યાન પધ્ધતિ     
સમર્પણ ધ્યાનની વિશેષતા     

ધ્યાન એ એવો માર્ગ છે જેના દ્વારા આપણે પરમાત્માની ઉર્જાશક્તિ સાથે જોડે છે. જ્યારે આપણે આ ઉર્જાશક્તિ થી જોડાઇએ છીએ ત્યારે તે આપણાં અંદર થી બધું જે ખરાબ છે તે લઇને આપણી અંદર પૂર્ણત્વ લાવે છે, જેના દ્વારા નવાં મનુષ્યનો જન્મ થાય છે, જે સંતુલીત હોય છે તેમજ પૂર્ણ પણ હોય છે.

સમર્પણ ધ્યાન

સમાજમાં અનેક ધ્યાન પધ્ધતિ જોવા મળે છે, આ બધામાં સમર્પણ ધ્યાન એ એકદમ સરળ પધ્ધતિ છે સમર્પણ ધ્યાન આજે સમાજમાં અનેક ધ્યાન પધ્ધતિ જોવા મળે છે, આ બધામાં સમર્પણ ધ્યાન એ એકદમ સરળ પધ્ધતિ છે.ધ્યાન એટલે વર્તમાનમાં રહેવું. ધ્યાન એટલે પોતાના શારિરિક અસ્તિત્વને ભૂલાવી ઇશ્વર સાથે એકાકાર થવું. જ્યાં ભૂતકાળ અને ભવિષ્યના કોઇ વિચાર ના સતાવે ત્યારે મન નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત કરે છે. પરંતુ આ નિર્વિચાર સ્થિતિ ધ્યાન નથી પણ ધ્યાન ની શરુઆત છે.

પાતાંજલીનાં યોગસુત્ર મુજબ સાતમું પગથિયું ધ્યાન અને આઠમું પગથિયું એ સમાધી અવસ્થા છે. તેથી સામાન્ય મનુષ્યને ધ્યાન કરવું મુશ્કેલ લાગે છે.પરંતુ સમર્થ સદગુરુ પોતાના તપોબળ અને કૃપાદ્રષ્ટિ માત્ર થી સાધકને લીફ્ટ કરીને સીધા સાતમાં પગથીયે લઇ જાય છે.

સદૃગુરુ સ્વામી શિવકૃપાનંદજી આવા જ સમર્થ જીવંત સદૃગુરુ છે. જે આજે એકવીસમી સદીમાં સબકા માલિક એક અને વસુધૈવ કુટુંબકમ્ ની ભાવના મનુષ્યમાં જગાવી રહ્યા છે. તેમના દ્વારા પ્રેરિત સમર્પણ ધ્યાન- આજ વિચારો ઉપર આધારિત છે.

સમર્પણ નો અર્થ થાય સર્વસ્વ અર્પણ કરવું. આ સર્વસ્વમાં બધુંજ આવી જાય,બધું એટલે આપણો અહંકાર, આપણા વિચારો, આપણા દોષો. આ ધ્યાન પધ્ધતિ ધર્મથી પરે છે,જેને વિશ્વના અનેક દેશો ના લોકોએ અપનાવી છે. જો આ ધ્યાન સાધના સંપૂર્ણ સમર્પણ ભાવથી કરવામાં આવે તો નિર્વિચાર સ્થિતિ જલ્દી પ્રાપ્ત કરી શકાય છે. જો આપણે આપણા સદૃગુરુ પ્રત્યે પૂર્ણ સમર્પણ ભાવ રાખીયે તો સદૃગુરુ જે ઇશ્વરની શક્તિ ના જીવંત માધ્યમરુપ છે, તે આપણે સહેલાઇ થી પરમાત્માની અનુભૂતિનો આનંદ મેળવી શકીયે છીએ. જે વિશ્વચેતના વિશ્વના કણકણમાં વ્યાપ્ત છે. જે પ્રમાણે ફૂલ ની સુગંધને શબ્દોમાં નથી વર્ણવી શક્તા તેજ પ્રકારે ઇશ્વરીય અનુભૂતિનો આનંદ શબ્દો થી પરે છે.

આપણે જે પરમાત્માને બહાર ના વિશ્વમાં શોધીએ છીએ વાસ્તવમાં આ પરમાત્મા આપણી અંદર જ સમાયેલ છે. કસ્તુરી મૃગની જેમ શાશ્વત સુખનો ખજાનો આપણી અંદર હોવા છતાં આપણે તેને બાહર ગોતીએ છીએ.જરુરત છે આપણી અંદર જોવાની. આ આનંદને સહેલાઇથી મેળવવાનો માર્ગ છે સમર્પણ ધ્યાન- જે અનુભૂતિનો માર્ગ છે, જે અંતરની યાત્રા છે,એક એવી યાત્રા જે સ્થૂળ થી સૂક્ષ્મ તરફ દોરી જાય છે. પરમાત્મા સાથે એકાકાર થવું ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી આપણે શરીરનું અસ્તિત્વ ભૂલીને પોતાને એક શુધ્ધ અને પવિત્ર આત્મા તરીકે નથી ઓળખતા.

સમર્પણ ધ્યાનથી થતાં ફાયદા

નિયમિત ધ્યાન કરવાથી આપણે આપણાં જીવનમાં આમૂલ પરિવર્તન જોઇ શકીએ છીએ. જેમકે રોજીંદા જીવનમાં આપણે શાંતી અને સંતુલિતતા અનુભવ કરીએ છીએ. જ્યારે મનુષ્ય સંતુલીત હોય છે ત્યારે તે આસાનીથી પરમાત્માની શક્તિ સાથે સંપર્ક સાધી શકે છે, જે તેમનો શારિરિક, માનસિક, સામાજીક તેમજ આધ્યાત્મિક વિકાસ કરે છે, અને રોજીંદા જીવનની સમસ્યા તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલી નાખે છે. આમ જીવનનો સર્વાંગી વિકાસ થાય છે.

શારિરિક સ્તર પર : જેમ જેમ આપણી ધ્યાનની સ્થિતિ સારી થતી જાય છે તેમ તેમ શરીરની રોગ-પ્રતિકારક શક્તિમાં વધારો થતો જાય છે અને શરીરની બધી બીમારીઓ દૂર થતી જાય છે.

માનસિક સ્તર પર : ધ્યાન કરવાંથી માનસિક સમસ્યા જેમકે તાણ, ભય, ચિંતા,આત્મગ્લાની ની ભાવનાઓ અને લઘુતાગ્રંથિથી છુટકારો મળે છે. આપણું મન ભૂતકાળની ઘટનાઓ થી અને ભવિષ્યની ચિંતાઓ થી મુક્ત થાય છે.આપણે વર્તમાનમાં ખુશી અને શાંતીપૂર્ણ જીવન નો આનંદ મેળવીએ છીએ.

સામાજીક સ્તર પર : આપણે જીવનમાં સમાધાન, સંતોષ, શાંતી અને આનંદ નો અનુભવ કરીએ છીએ અને જે પણ કાર્ય કરીએ છીએ તે પૂર્ણ શાંતી થી કરીએ છીએ અને સફળ પણ થાઇએ છીએ. આપણી આર્થિક સ્થિતિ સુધરે છે, આપણે પૂર્ણતા અને સ્થિરતાનો અનુભવ આપણી અંદરજ કરીયે છીએ. આપણા પારિવારીક તેમજ સામાજીક સંબંધોમાં મધુરતા આવે છે.

આધ્યાત્મિક સ્તર પર : ધ્યાન દ્વારા આપણે નિર્વિચાર અવસ્થા પ્રાપ્ત કરીએ છીએ અને પોતાની આત્માના ચૈતન્ય ની અનુભૂતિ નો આનંદ માણીએ છીએ. આમ ધીરે ધીરે આપણી આધ્યાત્મિક પ્રગતિ તરફ વધતાં પરમાત્માની કૃપામાં આત્મસાક્ષાતકાર ની પ્રાપ્તિ કરીએ છીએ.